ડીચ. પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.
‘ઓહ ! આઈ એમ સોરી.’ એક ભવ્ય
મોલના કોરીડોરમાં ચિંતનની સાથે ભૂલથી અથડાઈ ગયેલી એક અત્યંત સ્વરૂપવાન મોડર્ન
યુવતીના મુખમાંથી શબ્દો સરી પડ્યા.
‘હે યુ ? રૂપલ ?’ રૂપલને જોઇને
ચિંતન બોલી ઉઠયો.
‘યેસ, એન્ડ યુ આર ચિંતન, એમ આઈ રાઈટ ?’ રૂપલ હસી તો લાગ્યું કે જાણે
ઘંટડીનો રણકાર થયો.
‘યુ લુક સિમ્પલી બ્યુટીફૂલ એન્ડ ગોર્જીયસ’ હસતી વખતે રૂપલના ગાલમાં પડેલા ખંજનને જોઇને
ચિંતન બોલી ઉઠ્યો.
‘થેન્ક્સ.’ રૂપલ બોલી.
‘આનંદ .....’ થોડે જ આગળ જઈ રહેલા સફેદ ટી શર્ટ અને બ્લ્યુ જીન્સમાં એક
સોહામણા લાગતાં યુવાનને રૂપલે સાદ પાડીને બોલાવ્યો.
‘યસ, ડીયર ?’ આનંદે પાછા વળીને જોયું, અને રૂપલની પાસે આવ્યો.
‘આનંદ, મીટ માય કોલેજ ફ્રેન્ડ ચિંતન. એન્ડ ચિંતન, હી ઈઝ માય હસબંડ આનંદ. અમે કાલે
જ અહી સ્વીત્ઝરલેન્ડ ફરવા માટે આવ્યા છીએ.’
‘હલો,’ આંનદ અને ચિંતને એકબીજાને શેકહેન્ડ કરતા કહ્યું. થોડી ઔપચારિક
વાતો કરીને ત્રણે છુટા પડ્યા.
ચાલી જતી રૂપલની કમનીય પીઠ જોતા, ચિંતનને કરોડપતિ બાપની એકની એક ‘બોલ્ડ
એન્ડ બ્યુટીફૂલ’ પણ અત્યંત કર્કશા એવી પોતાની પત્ની માયા યાદ આવી. અને એને પહેલી જ
વાર રૂપલને કોલેજ લાઈફમાં ‘ડીચ’ કરવા બદલ પસ્તાવો થયો.
No comments:
Post a Comment